Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક સિરામિક સિટીમાં મહાપાલિકાની સરપ્રાઈઝ દબાણ હટાવ કામગીરી

મોરબી નજીક સિરામિક સિટીમાં મહાપાલિકાની સરપ્રાઈઝ દબાણ હટાવ કામગીરી

અગાઉ જાણ કર્યા વગર મહાપાલિકાની ટીમે જેસીબીથી ઓટલા પાડવાની કામગીરી શરૂ કરી

મોરબી : મોરબીમાં નેશનલ હાઇવે પાસેના સિરામિક સિટીમાં મહાપાલિકાની ટીમે આજે ઓચિંતું ડીમોલેશન હાથ ધર્યું છે. જેમાં હાલ જેસીબીની મદદથી ઓટલા પાડવામાં આવી રહ્યા છે. જો કે મહાપાલિકાએ અગાઉ જાણ કરી ન હોય વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે આવેલ સિરામિક સિટીમાં આજે મહાપાલિકાની ટિમે જેસીબી લઈને આવીને છાપરા અને ઓટલા તોડવા કહ્યું હતું. આ મામલે અગાઉ વેપારીઓને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. જેથી વેપારીઓ થોડો સમય આપવા વિનંતી કરી હતી. આથી મહાપાલિકાની ટીમે છાપરા હટાવવા થોડો સમય આપ્યો છે. હાલ ઓટલા તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments