Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં બે સ્થળેથી વિદેશી દારૂ સાથે એક ઝબ્બે, એક ફરાર

મોરબીમાં બે સ્થળેથી વિદેશી દારૂ સાથે એક ઝબ્બે, એક ફરાર

મોરબી : મોરબીના શનાળા વિસ્તારમાં આવેલ ગોકુલ નગર અને વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં બે અલગ અલગ દરોડામાં પોલીસે વિદેશી દારૂની 72 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જો કે, એક આરોપી હાજર ન મળી આવતા ફરાર જાહેર કરાયો હતો.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળાના ગોકુલનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશભાઈ નકુમ ઉ.26 રહે.ગોકુલનગર, રામજીમંદિર પાસે વાળાંના મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી એલસીબી પોલીસે વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઇસ્માઇલભાઈ માણેકના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 84,000 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન મળી આવતા એલસીબી પોલીસે આરોપીને ફરાર જાહેર કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments