Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પીધેલો સ્કૂલ વાહનનો ચાલક ઝડપાયો, લાયસન્સ પણ નથી !

મોરબીમાં પીધેલો સ્કૂલ વાહનનો ચાલક ઝડપાયો, લાયસન્સ પણ નથી !

મોરબી શહેરમાં પોલીસ દ્વારા સમયાંતરે સ્કૂલના બાળકોને લઈને જતા વાહનોનું ચેકીંગ કરી આકરા પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં પણ સ્કૂલ વાહનના ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોવાના બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે પોલીસે સ્કૂલ વાહનના ચાલકને નશાની હાલતમાં ઝડપી લેતા નશાખોર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમીયામ વીસીપરા મેઈન રોડ ઉપર સર્પાકારે સ્કૂલ વાહન ચાલતું હોવાનું જોવા મળતા જીજે – 36 – વી – 4169 નંબરના છોટાહાથી સ્કૂલ વાહન ચાલક આરોપી વિજયભાઈ રોહિતભાઈ ચાવડા ઉ.42 નામના શખ્સને અટકાવી ચેક કરતા આરોપીએ નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા આરોપી પાસે ન હોવાનું ખુલતા પોલીસે 80 હજારનું સ્કૂલ વાહન કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, વાલીઓ પાસેથી તગડી ફી વસૂલી વાહન સેવા પુરી પાડતા ખાનગી શાળાના સંચાલકો આવા નશાખોર ડ્રાઇવરોને બાળકોને તેડવા મુકવાની જવાબદારી સોંપી રહ્યા છે. સાથે જ શાળાના સંચાલકો આવા વાહન ચાલક પાસે લાયસન્સ છે કે નહીં તે પણ ચેક નહિ કરતા હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments