વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મેરુભાઈ સેટાણીયા અને તેમના પાડોશી રફીકભાઈ જુમાભાઈ કુરેશી વચ્ચે નાની નાની બાબતોમાં બોલાચાલી થતી હોય જે બાબતનો ખાર રાખી આરોપી રફીકભાઈ કુરેશી તેમજ તેમની સાથે રહેલા બે અજાણ્યા આરોપીઓએ નવઘણભાઈ ઉપર જિનપરા જકાતનાકા પાસે હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.










