મોરબીવાસીઓનો હૃદયપૂર્વક આભાર : મોરબી ડેઇલી ન્યુઝ પહોંચ્યું 10 લાખથી વધુ લોકો સુધી
મોરબી ડેઇલી ન્યુઝ એપ.એ બહુ જ ટૂંકાગાળામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી
મોરબી ડેઇલી ન્યુઝ વેબસાઈટ એપ્લિકેશને બહુ જ ટૂંકાગાળામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. જેમાં મોરબીવાસીઓને આજના જેટ યુઝમાં ઝડપી પણ તટસ્થ અને સાચા ન્યુઝ મળે તેવા શુભ હેતુ સાથે મોરબી ડેઇલી વેબ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી અને ટૂંકાગાળામાં મોરબી ડેઇલી ન્યુઝ આજે 10 લાખને પાર કરી ગયું છે. એટલે મોરબી ડેઇલી ન્યુઝ 10 લાખથી વધુ લોકો સુધી પહોંચી ગયું છે. આમ તો આ પહેલી મંઝિલનો પડાવ છે અને અમે મોરબીવાસીઓને સાચા અને ઝડપી ન્યુઝ આપવામાં ક્યારેય અટકશું પણ નહીં અને જરાય અચકાશું પણ નહીં. એટલે પ્રથમ પડાવમાં આ સિદ્ધિ અમારા માટે બહુ જ પ્રેરણાદાયી છે. મોરબીવાસીઓ, તમને જણાવવાનું કે, તમારા તરફથી અપાર પ્રેમ મળ્યો છે એના કારણે જ અમે 10 લાખથી વધુ લોકો સુધી પહોંચી શક્યા છીએ. અને ટૂંકાગાળામાં તમારો પ્રેમ અને વિશ્વાસ મેળવી શક્યા એના માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. આથી મોરબીવાસીઓ તમારા અપાર પ્રેમના અમે સદાય ઋણી રહેશું. આ તકે મોરબીવાસીઓ તમારો ખૂબ ખૂબ આભાર માની આવો જ પ્રેમ સદાય અમારા ઉપર વરસાવતા રહો એવી અપેક્ષા સહ અભ્યર્થના..
મિલન નાનક (મોરબી ડેઈલી ફાઉન્ડર)











