Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણીની બોટલો અપર્ણ કરાઈ

મોરબીમાં શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણીની બોટલો અપર્ણ કરાઈ

શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ, ગરીબ બાળકો, વિકાસ વિધાલય, વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું નિરંતર વિતરણ

મોરબી : મોરબીમાં શિવધુન મંડળ દ્વારા ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના લક્ષમીનગર મુકામે પ્રજ્ઞાચક્ષુઓને શિવધૂન મંડળ-ક્રિષ્ના સ્કૂલ સામે મહાદેવ મહેર રવાપર રોડ મોરબી દ્વારા 120 નંગ એક લિટરની ઠંડા પાણીની બોટલ આશરે 51000 રૂપિયાની ભેટ આપવામાં આવી છે.

મોરબીના શિવધુન મંડળ પરિવાર દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી રેગ્યુલર કરવામાં આવે છે.પ્રભાત ફેરીમા એકત્રીત થતું અનુદાન તેજ દિવસે જુદી જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો પહોંચાડી દેવામાં આવે છે. તેમજ એકત્રીત થતું અનાજ દરરોજ પક્ષીઓને સવાર સાંજ 20 થી 25 કિલો ચણ નાખવામાં આવે છે. તે ઉપરાંત આજ મંડળ દ્વારા સરકારી હોસ્પિટલમાં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 15થી 20 દિવસ સુધી પ્રસૂતા બહેનોને કાટલાવાળા લાડવા પ્રસાદ રૂપે છેલ્લા 5 વર્ષથી પહોંચાડવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને લક્ષમીનગર મુકામે રાશન કીટ જરૂરિયાત મુજબ પહોંચતી કરવામાં આવે છે. તેમજ શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં જરૂરી તમામ રાશનની કીટ પહોંચાડવામાં આવે છે તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્રામાં બીમાર પક્ષીઓ માટે દવાઓ સહિત મેડિકલ કીટ આપવામાં આવે છે. રવાપર ઘુંનડા રોડ ઉપર ઝૂંપટપટ્ટીમાં રહેતા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે.આ રીતે શિવધુન મંડળ દ્વારા નિરંતર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીને સેવા પરમો ધર્મ હોવાનો મેસેજ જન-જન સુધી પહોંચાડવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments