વાંકાનેર : નંદ ઘેર આનદ ભયો, જય કૈનયા લાલ કી, હાથી ઘોડા પાલકી,જય હો નંદ લાલ કી અને ગણપતિ બાપા મોરિયા, ઘી માં લાડું ચોરીયા, તારીખ 6/8/2025 ને બુધવારનાં રોજ વાંકાનેર શ્રી રામ કોમ્પલેક્ષ માર્કેટ ચોક ખાતે જન્માષ્ટમી ની રથયાત્રા અને ગણપતિ ઉત્સવની શોભાયાત્રા નિમિત્તે હિન્દુ દરહૃદય સમ્રાટ અને લોક પ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધર્મસભામાં મેસરીયાથી આપા જાલાની જગ્યાનાં મહંત મગનીરામબાપુ, માટેલ જગ્યાનાં મહંત વિશાલબાપુ, વસુંદ્રરા ઠાકર બાપા જગ્યાથી ભરત ભગત, નાગાબાવાની જગ્યાનાં મહંત ખુશાલગીરી ગોસ્વામી, પાર્થધ્વજ હનુમાનજી મંદિરના મહંત સુરેશગીરી ગોસ્વામી, નર્મદેશ્વર મહાદેવ મંદિરનાં મહંત વિનોદગીરી ગોસ્વામી, ફળેશ્વર મહાદેવ સંચાલક વિશાલભાઈ પટેલ, પધારેલ ભુવાઓ તેમજ વાંકાનેર નગરપાલિક પ્રમુખ ડિંપલબેન સોલંકી, ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, તાલુકા પંચાયત પ્રમુખ હરૂભા ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ઉપપ્રમુખ વીનુભાઈ કટારીયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા ભાજપ કોષાઅધ્યક્ષ પ્રભુભાઈ વિંજવાડીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ ડાયાભાઈ સરૈયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી હેમુભાઈ ધરજીયા, મોરબી જિલ્લા ભાજપ કીશાન મોરચા મંત્રી કાનાભાઈ ગમારા, માવુભા ઝાલા, કાંતિભાઈ કુંઢીયા, લુણસર સહકારી મંડળીના પ્રમુખ જીતુભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હકાભાઈ ધરજીયા, તેમજ નગરપાલિકાનાં સદસ્યો દરેક ગામનાં સરપંચો, વેપારી અગ્રણીઓ દરેક સમાજનાં આગેવાનો, તેમજ વાંકાનેર શહેર, અને તાલુકાનાં દરેક ગામથી પધારેલ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












