મોરબી : મોરબી શહેર, ગ્રામ્ય તેમજ માળીયા મિયાણા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી 16 જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ 1.51 લાખથી વધુની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે રોહિશાળા ગામની સીમમાં દરોડો પાડી આરોપી પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરીયા, જયંતીભાઈ જગજીવનભાઈ બપોદરિયા, રતીલાલભાઈ જગજીવનભાઈ કાલરીયા, સુમિતભાઈ સુરેશભાઈ પટેલ અને બળદેવભાઈ જીવરાજભાઈ કૈલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 34,700 કબ્જે કર્યા હતા.
જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જેતપર ગામે કોળીવાસમાં દરોડો પાડી આરોપી સુનિલ ઉર્ફે ભંગારીયો કુકાભાઈ દેગામાં, પ્રવીણભાઈ ઉર્ફે ગુગો લાભુભાઈ સાંથલીયા અને વિજયભાઈ જેઠાભાઇ પસાડીયાને રોકડા રૂપિયા 11,080 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં એલસીબી ટીમે શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરામાં દરોડો પાડી આરોપી સલીમ રફીકભાઈ લંઘા, પરવેઝ રજાકભાઈ સરવદી અને આરોપી અહેમદ હૈદરભાઈ જેડાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 43,500 કબ્જે કર્યા હતા. જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે રાજપર રોડ ઉપર પ્રભુનગર સોસાયટીમાં દરોડો પાડી આરોપી જીતેશ નાથાભાઇ ઝાલા, વિક્રમ ભુપતભાઇ રાઠોડ, પ્રકાશ પ્રતાપભાઈ ચારોલા, જયદીપ ઉર્ફે બલી મહેશભાઈ ડાંગર અને જગાભાઈ વિરમભાઈ રાઠોડને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 62,700 કબ્જે કર્યા હતા.








