મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મનોજ ઉર્ફે મનીષ કિશોરભાઈ ખારચિયાના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 7200 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.








