Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકનેર બાઉન્ડ્રી અને સરતાનપર પાસે બિયરના 50 ડબલા સાથે બે ઝબ્બે

વાંકનેર બાઉન્ડ્રી અને સરતાનપર પાસે બિયરના 50 ડબલા સાથે બે ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી અને સરતાનપર રોડ ઉપર બે અલગ અલગ દરોડામાં બિયરના 50 ડબલા સાથે બે શખ્સોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી આરોપી સંદીપ માનસંગભાઈ પલાળિયા રહે.માલિયાસણ, રાજકોટ વાળાને બિયરના 20 ટીન કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસ ટીમે સરતાનપર રોડ ઉપર સેનસો ચોકડી નજીક જીજે – 13 – બીએચ – 7521 નંબરના ડેસ્ટિની મોટર સાયકલમાં બિયરના 30 ટીન કિંમત રૂપિયા 5400 સાથે નીકળેલા આરોપી અશોક કેશાભાઈ સીતાપરા રહે.ધર્મસિધ્ધિ સોસાયટી, નવા જાંબુડિયા, મોરબી વાળાને ઝડપી લઈ 55,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments