Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ચકચારી ખૂન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો

મોરબીના ચકચારી ખૂન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો

મોરબી જીલ્લાના ચકચારી ખૂન કેસમાં આરોપી કલ્પેશ મુળજીભાઈ કણઝારીયાનો પ્રીન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કરી એતિહાસિક ચુકાદો આપ્યો હતો

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ તા. ૧૭-૧૨-૨૦૨૧ ના રોજ ફરિયાદી નિમિષાબેન વિરલભાઈ શાહે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરિયાદીના પિતા દિનેશભાઈ અમૃતલાલ મહેતા તેના ઘરે એકલા હોય ત્યારે એકલતાનો લાભ લઈને ચોરી કરવાના ઈરાદે દિવસ દરમિયાન પ્રવેશી ચોરીની કોશિશ કરતા ઘરમાં કોઈ દાગીના રાખ્યા ના હોવાથી ફરિયાદીના પિતા દિનેશભાઈ મહેતા વૃદ્ધ હોય જે ઘરે હાજર હોવાથી તેને માથામાં કોઈ તીક્ષ્ણ અથવા બોથડ પદાર્થના ત્રણ ઘા મારી ગંભીર ઈજા કરી હાથની ટચલી આંગળી પછીની આંગળીના વેઢામાં અને ગળાના ભાગે અને પગના ગોઠણમાં ઈજા કરી મોત નીપજાવી નાસી ગયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો

જે કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા ફરિયાદી પક્ષે ફરિયાદી તથા અન્ય સાહેદો અને પંચો તેમજ ડોક્ટર અને તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવાઓને અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી છે કે ફરિયાદ પક્ષે ચાર ચાર સાહેદોના સીઆરપીસી કલમ ૧૬૪ ના નિવેદન લીધેલ છે તેમ છતાં ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ છે મરણ જનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી ડોગ સ્કવોડ અધિકારીને બોલાવેલ ડોગને સુટકેશ સુંધડાવેલ અને ડોગ કલ્પેશ મુળજીભાઈના ઘર પાસે ગયેલ તો તપાસ કરનાર અધિકારીને તે મકાન કોનું હતું તેનો કોઈ આધાર પુરાવો રજુ રાખેલ નથી

ગુજારનારને ધારદાર હથિયાર લાગેલ હતું તો તપાસ અધિકારીએ આ કામમાં ધોકો કબજે કરેલ છે જે ધારદાર હથિયાર ન કહેવાય તેમજ આરોપીના મોબાઈલના આધારે મોબાઈલનં લોકેશન મેળવી તેની હાજરી મરણ જનારના ઘરમાં હતી તે તપાસ કરનાર અધિકારી સાબિત કરી સકેલ નથી બીજું કે ખૂન કરવાનો હેતુ સાબિત થવો જોઈએ તે પણ ફરિયાદ સાબિત કરી સકેલ નથી કોર્ટે નોંધેલ કે સાક્ષી જુઠું બોલી સકે પરંતુ સંજોગો કદી જુઠું બોલી સકતા નથી

કેસ માત્ર હથિયાર કે ગુજારનાર તથા આરોપીના કપડા પર લોહીના ડાઘ મળવાથી કેસ સાબિત ન થાય અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે ગોલ્ડન પોઈન્ટ આપવામાં આવે ચેહ કે લાસ્ટ સીન ટૂ ગેધરની થીયરીમાં પોલીસ તપાસમાં એકપણ કડી ખૂટવી ન જોઈએ અને સરકારી વકીલની દલીલનો વિરોધ કરતા બચાવ પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ વધુમાં દલીલ કરી હતી કે લાસ્ટ સીન ટૂ ગેધર થીયરીમાં ન આવે અને આરોપીને ગુજરનારના ઘરમાં જતા કોઈએ જોયો નથી તે તેના ફળિયામાં હતો તેથી આ થીયરી આખા કેસમાં કામ ના કરે

બચાવ પક્ષે દલીલો કરી કે શંકા ક્યારેય સાબિતીનું સ્થાન ના લઇ સકે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે કોઈપણ કેસમાં મોટીવ સાબિત કરવો જ પડે તો જ સજા થઇ સકે આમ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અનેક ચુકાદા રજુ કરી તેમજ દલીલો કરી હતી જેને માન્ય રાખી બંને પક્ષની દલીલોને અંતે કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે તેમજ એવું પણ નોંધેલ કે ફરિયાદ પક્ષના કેસમાં ઘણી વખત ખામી રહેલ હોય જેથી આરોપીને સજા થઇ સકે નહિ

આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, ક્રિષ્ના જારીયા અને મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments