Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભગવતીપરામાં જન્માષ્ટમીએ રાસગરબા, દાંડિયારાસ, મહાઆરતી, મટકીફોડનું આયોજન

મોરબીના ભગવતીપરામાં જન્માષ્ટમીએ રાસગરબા, દાંડિયારાસ, મહાઆરતી, મટકીફોડનું આયોજન

મોરબી: મોરબીમાં વાવડી રોડ પર ભગવતીપરા વિસ્તારમાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી પરંપરાગત રીતે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે જય દ્વારકાધીશ ગ્રુપ તેમજ સમસ્ત ભગવતી પરા દ્વારા ગોકુળ આઠમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

આ મહોત્સવ અંતર્ગત રાત્રે 9 વાગ્યે દેશી રાસગરબા, દાંડિયારાસ અને હુડો જેવા પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ રાત્રે 11-30 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મધ્યરાત્રિએ 12 વાગ્યે મહા આરતી અને ત્યારબાદ તરત જ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે. ત્યારે જય દ્વારકાધીશ ગ્રુપ – સમસ્ત ભગવતી પરા દ્વારા આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત ધર્મપ્રેમી જનતાને દર્શન અને કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments