વાંકાનેર : વાંકાનેર શહેરમા અમરસિંહજી હાઈસ્કૂલમાં જન્માષ્ટમી મેળાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગઈકાલે મેળાના મેદાનમાં રમી રહેલ ઉર્વશીબેન અજયભાઈ મૂંધવા નામની બાળકી વીજ વાયરને અડી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. તહેવારના સમયે જ મેળાના મેદાનમાં બનેલી ઘટનાથી બાળકીના પરિવારમાં શોક છવાયો છે. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










