Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિર્મલ વિદ્યાલય ખાતે 79 માં પ્રજાસત્તાક દિવસની...

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિર્મલ વિદ્યાલય ખાતે 79 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી..

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિર્મલ વિદ્યાલય ખાતે પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી વંદે માતરમ તેમજ ભારત માતાના જય નાદઘૉશ સાથે સાથે રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ની ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ રાખી મેકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં તમામ વિજેતાઓને સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લેવલે પસંદગી પામેલી ગરબા કૃતિના તમામ ખેલૈયાઓને સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદરોજા તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ હાજરી આપી હતી .આ તકે આઇપીપી મયુરીબેન કોટેચાએ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ વિશે તેમ જ તેના પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી . સંસ્થાના પાસ્ટ  પ્રેસિડેન્ટ  પ્રીતિબેન દેસાઈએ નિર્મલ સ્કૂલ ટ્રસ્ટી તેમજ શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો સ્વતંત્રતા દિવસ ઉજવણી સાથે મળીને કરવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો. જય હિન્દ.. જય ઇન્ડિયન લાયન્સ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments