મોરબી : સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળારોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત ભાવિક ગજ્જર મોરબી ના પ્રખ્યાત કોહીનુર બેન્ડ સુરાવલી સંગીત ના તાલે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વખતની મહાઆરતી ત્રિવેદી એશોશીએટસ પરિવાર તથા સદગુરુ ફ્લાવર પરિવાર દ્વારા તથા ભાજપ શહેર મહામંત્રી ભુપતભાઇ જારીયા,ભાવેશભાઈ કંજારીયા, અને તેમજ કેવિનભાઈ શાહ(આઈ.ટી.સેલ ઇન્ચાર્જ મોરબી જીલ્લા),પુષ્પરાજસિંહ જાડેજા,સહમંત્રી,વિશ્વ હિન્દુ પરીષદ,મોરબી જીલ્લા તેમજ મોરબી જિલ્લાના અગ્રણી મહિલા સામાજિક કાર્યકર આરતીબેન રત્નાણી દ્વારા ઉતારવામાં આવી હતી. આ મહાઆરતીનું સંચાલન મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સિદ્ધએશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું





















