મોરબી: મિશન નવભારત સંગઠનની વિચારધારા રાષ્ટ્ર દેવો ભવ, બાળ દેવો ભવને ધ્યાને લઈ પવિત્ર શ્રાવણ માસની બારસ કે જે શાસ્ત્ર મુજબ બાળકો માટેની હોય છે એ ધ્યાને લઈ મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષીએ બંધુનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ચેવડાનો અલ્પાહાર કરાવ્યો હતો. જેમાં મિશન નવભારત સંગઠન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન મુજબ રાષ્ટ્ર હિત, સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકાર્યો દ્વારા માનવતાની જયોત જગાવતા રહે એવો મિશન નવભારત સંગઠનનો પ્રેરક સંદેશ છે.












