Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વાવડી રોડની પ્રજાપતિ પાર્ક સોસાયટીમાં વિવિધ સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત

મોરબીના વાવડી રોડની પ્રજાપતિ પાર્ક સોસાયટીમાં વિવિધ સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત

ખરાબ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ નાખવા, કીચડ સહિતના પ્રશ્ને કમિશનરને રજૂઆત

મોરબી : મોરબીના વાવડી રોડને આઈકોનિક રોડ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ ત્યાંની સોસાયટીના રોડ રસ્તાની હાલત ખરાબ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વાવડી રોડ પર આવેલી પ્રજાપતિ પાર્ક સોસાયટીના રહીશોએ રસ્તાની ખરાબ હાલત અને શેરીઓમાં સ્ટ્રીટ લાઇટો નાખવા મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓની સોસાયટીમાં ઇલેક્ટ્રીક થાંભલાઓ છે પરંતુ એક પણ લાઈટ ચાલુ હોતી નથી જેના કારણે રાત્રિના સમયે આવવા-જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ ઉપરાંત શેરીઓના રસ્તા પણ જર્જરીત હાલતમાં છે. ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે અને હાલ ચોમાસાના કારણે કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી કરવામાં આવે અને લાઇટો ફીટ કરીને લાઇટો ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments