મોરબી : આજરોજ બંધુનગર પ્રાથમિક શાળા ખાતે બે નવનિર્મિત રૂમનું ઉદઘાટન તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સ્કુલ ઓફ એક્સેલેન્સ પ્રોગ્રામ અંતર્ગત અદ્યતન સગવડતા સભર બે નવનિર્મિત રૂમનું ઉદઘાટન બંધુનગર ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ દલસાણીયાના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ તકે ધવલભાઈ દલસાણીયા, બાબુભાઈ દલસાણીયા, રાજુભાઈ પટેલ, ભરતસિંહ જાડેજા,ભગવાનજીભાઈ પટેલ, બાલુભાઈ ભીમાણી તથા એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. બાળકોના સર્વાંગી શિક્ષણ માટે વિવિધ ભૌતિક સગવડતા ઉપલબ્ધ કરાવવા બદલ શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.













