Monday, August 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપર છાવણીની મુલાકાત લેતા કિસાન મજૂર સંઘ અને મોરબી કરણી સેનાના આગેવાનો

જેતપર છાવણીની મુલાકાત લેતા કિસાન મજૂર સંઘ અને મોરબી કરણી સેનાના આગેવાનો

મોરબી ડેઈલી : મોરબીના જેતપર ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન અંતર્ગત બનાવવામાં આવેલી સત્યાગ્રહ છાવણીની આજરોજ વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા.

આ પ્રસંગે કિસાન મજૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકુર પુરણસિંહજી, યસ પ્રતાપસિંહ રાજરિશી, કરણી સેનાના પ્રદેશ સચિવ બળવંતસિંહજી રાઠોડ, કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા તેમજ કરણી સેના મોરબી જિલ્લાની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી.

ઉપસ્થિત આગેવાનોએ ખેડૂતોના હક્ક, ન્યાય અને યોગ્ય માંગણીઓ માટે ચાલી રહેલા આ સત્યાગ્રહને પોતાનું પૂરું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેઓએ ખેડૂતોને આશ્વાસન આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કિસાન મજૂર સંઘ તેમજ કરણી સેના હરહંમેશ ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ રહેશે. ખેડૂતોના હક્ક અને સન્માનની આ લડતમાં અમે મજબૂતીથી તેમની પડખે ઊભા છીએ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments