Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં પોલીસે "તેરા તુજકો અર્પણ " કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા

વાંકાનેરમાં પોલીસે “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા

મોરબી : વાંકાનેરમાં પોલીસે “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” ના ઉપયોગથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપીયા ૧,૨૦,૦૦૦ની કીંમતના ખોવાયેલ કુલ-૭ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર સાર્થક કર્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા સાહેબ, વાંકાનેર વિભાગ,વાંકાનેરના સીધા માર્ગદર્શન હેઠ પોલીસ સબ ઇન્સપેકટર એલ.એ.ભરગા તથા પોલીસ કર્મચારીઓએ CEIR એપ્લીકેશનનો ઉપયયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનુ રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી લોકોના ખોવાયેલ કુલ-૭ મોબાઇલ કી.રૂ.૧,૨૦,૦૦૦ ના શોધી કાઢી અરજદારોને પરત સોંપી ” તેરા તુજકો અર્પણ ” તથા પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.

આ કામગીરી પો.સબ.ઇન્સ. એલ.એ.ભરગા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા તથા પો.કોન્સ. જયદીપસિંહ જાડેજા તથા મહિલા પો.હેડ કોન્સ. હંસાબેન પાપોદરા સહિતના અધિકારી તથા કર્મચારીએ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments