મોરબી તાલુકા પોલીસે વરલી મટકાના જુગાર અંગે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં પ્રથમ દરોડામાં લાલપર બસસ્ટેન્ડ પાસેથી આરોપી ભુપતભાઇ મોહનભાઇ ચૌહાણ રહે.જેતપર ગામ વાળાને રોકડા રૂપિયા 630 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક પાસે જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી વિકાસ અનિલભાઈ લોરીયા રહે.વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 470 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










