મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9: 30 વાગ્યે આપણા પ્રખ્યાત આર્ટીસ્ટો દ્વારા મિમિક્રી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમિતાભ બચ્ચનજી તેમજ ગોવિંદા દેવાનંદ દિલીપ કુમાર તથા રાજેશ ખન્નાના જુનિયર કલાકારો ભારે રંગ જમાવશે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે મિમિક્રી શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ મિમિક્રી શો ને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.











