Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીની નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી...

મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીની નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ

સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી

મોરબી : ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી અને સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી હતી.

પ્રતિનિધિ મંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી હતી. જે બાબતે નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં ૪૫ દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી હતી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments