Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ફાયર વિભાગ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર ટ્રેનિંગ...

મોરબી ફાયર વિભાગ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર ટ્રેનિંગ અપાઈ

મોરબી શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આગ લાગે તેવા સંજોગોમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપી હતી.

અધિકારી દ્વારા સૌ પ્રથમ વિદ્યાર્થીઓને આગ કોઈપણ જગ્યાએ ન લાગે તે માટે શું કાળજી રાખવી તે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જો આગ લાગે તો કયા પ્રકારના સાવચેતીના પગલાં લેવા પ્રથમ અને ત્યારબાદ આગ ઓલવવા માટે કયા પ્રકારના સાધનો વાપરવા તેની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ પાસે આગ ઓલવવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી. આ ટ્રેનિંગ દરમિયાન ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે.આર.ચાવડા સહિતના ટ્રસ્ટના સભ્યો તેમજ તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments