મોરબીના રામધન આશ્રમ ખાતે આજે તા.3-9-2025 ને બુધવારના રોજ ભાદરવી આગ્યારસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે નેજા ઉત્સવ તેમજ સાંજે મહાપ્રસાદ ફરાળ પાટ, સંતવાણી, ભજન, સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મહંત ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી સાનિધ્યમાં રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ લાભ લેવા ભાવિક ભક્તોએ આમંત્રણ પાઠવ્યું છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.











