હળવદ: સમસ્ત હળવદ વાલ્મિકી સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય બાબા રામદેવજી મહારાજ નો ત્રિદિવસીય નેજા મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં અનેક સંતો મહંતો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાર બીજનાં ધણી બાબા રામદેવ પીર મહારાજ ના સાનિધ્ય માં ભાદરવા સુદ નોમ, દસમ, અગીયારસ નેજા મહોત્સવ-૨૦૨૫ ત્રિદિવસીય મહોત્સવ નું દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંતવાણી કાર્યક્રમ ગુજરાત ના સુપ્રસિદ્ધ હાસ્ય સમ્રાટ હકાભા ગઢવી, સુપ્રસિદ્ધ ભજન સંતવાણીના આરાધક ગોપાલ સાધુ, તેમજ મીત્તલ બેન કલોલા સંતવાણી આરાધક, પી. વી. જાદવ સાહિત્યકાર, (સ્ટેજ સંચાલક) પાલુભાઈ ગઢવી (ભજનાનંદી-ભચાઉ કચ્છ) ભરતભાઈ વાઘેલા, ભરતભાઈ રામાનુજ, સહિતના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હળવદનાં આંગણે અનેક સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું યોગદાન આપ્યું હતું જેમાં મણીધર મોગલ ધામ કબરાવ (કચ્છ)ના સામંતબાપુ, ભક્તિરામબાપુ (માનવસેવા આશ્રમ – સાવરકુંડલા) ભાવેશબાપુ (ઉદાસી આશ્રમ – પાટડી) દિપકદાસજી મહારાજ (મહંત લક્ષ્મીનારાયણ મંદિર હળવદ) અમરગીરી મહારાજ (મહંત મહાકાળી આશ્રમ ચરાડવા) સહિતના સંતઓ મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો.સામાજીક સંસ્થાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વાલ્મીકિ સમાજ હળવદ નાં યુવાનોએ ભારે જેહમત ઉઠાવી હતી.












