મોરબી જિલ્લામાં આજે મોટાભાગના વિસ્તારોમાં સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેને પગલે રોડ-રસ્તા ઉપર ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.
સાંજે 6 વાગ્યાથી જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વાંકાનેર અને ટંકારામાં મોડેથી વરસાદ શરૂ થયો હતો. સાંજે 6થી 7:30 વાગ્યા સુધીમાં દોઢ કલાકના અરસામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેમાં મોરબીમાં બે ઈંચ, જ્યારે મોરબીના સામાકાંઠે દોઢ ઈંચ, માળિયામાં દોઢ ઇંચ, હળવદ – ટંકારામાં એક ઇંચ વરસાદ અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સાંજે 6 થી 7:30 વાગ્યા સુધીમાં મોરબી: 47 mm (મહાપાલિકા – મોરબી-1), મોરબી 39 mm (મામલતદાર કચેરી – મોરબી -2), માળીયા : 39 mm, હળવદ : 29 mm, ટંકારા : 26 mm, વાંકાનેર : 16 mm જેટલો વરસાદ નોંધાયો છે.











