મોરબી જિલ્લામાં સૌપ્રથમ ડો. મનીષ સનારીયાએ ગર્ભાશયના કેન્સરને અટકાવતી વેક્સીનનો કોર્ષ કરી અમેરિકાનું સર્ટીફિકેટ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. જેમાં ગર્ભાશયના કેન્સરને અટકાવતી વેક્સીન એટલે કે HPV વેકસિન આપણા મોરબી જિલ્લામાં આ વેક્સીનનો સૌપ્રથમ ડોક્ટર મનીષ સનારીયા દ્વારા કોર્ષ કરવામાં આવ્યો છે. જે બદલ અમેરિકન કેન્સર સમિતિ (American cancer society) દ્વારા તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. જે FOGSI એટલે કે federation of obstetric and gynecological society of india અને IMA એટલે કે Indian medical association દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.











