Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી

હળવદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી

મયુર રાવલ હળવદ

હળવદ શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ નો ભવ્ય જુલૂસ શહેરના રાજમાર્ગો પર નીકળ્યું

હળવદ માં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના 1500 માં જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલૂસ શહેરના રાજમાર્ગો પર નીકળ્યું આ પવિત્ર અવસર મુસ્લિમ સમાજના ધર્મગુરુ ની આગેવાનીમાં ઈદે મિલાદનું સાનો સોકતથી શહેરની જુમ્મા મસ્જિદ થી . ગઢની રાંગ ધાચી મસ્જિદ થી લઈને ધાંગધ્રા દરવાજા થી શહેરના રાજમાર્ગો થય જુમ્મા મસ્જિદ ખાતે જુલુસ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર કેક ચોકલેટ મીઠાઈ ઠંડા પીણા સહિતની ન્યાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે હળવદ મુસ્લિમ સમાજના અગેવાન મહમદભાઈ સુમરા, ઈકબાલભાઈ મરચી, અનવર ભાઈ લોટા, ચકાભાઇ મીરા, રમીઝ સમુરા,મુન્નાભાઈ, હારુનભાઈ, પરવેઝ બાપુ,હબીબભાઈ સહિતના જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments