Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિશ્વ સાક્ષરતા દિવસ :  શિક્ષણથી વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે ઉજ્જવળ રાષ્ટ્રનું નિર્માણ...

વિશ્વ સાક્ષરતા દિવસ :  શિક્ષણથી વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે ઉજ્જવળ રાષ્ટ્રનું નિર્માણ થાય છે : ડો દેવેન રબારી

મોરબો: વિશ્વ સાક્ષરતા દિવસના અવસરે આપણે સૌ માટે આ સંદેશ સ્પષ્ટ છે કે શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું પ્રાથમિક સાધન છે. આથી શિક્ષણથી વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે ઉજ્જવળ રાષ્ટ્રનું નિર્માણ થાય છે તેમ મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો દેવેન રબારીએ જણાવ્યું હતું.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે –

“विद्या ददाति विनयं, विनयाद्याति पात्रताम् ।
पात्रत्वाद्धनमाप्नोति, धनाद्धर्मस्ततः सुखम् ।।”

શિક્ષણથી વિનય, વિનયથી પાત્રતા, પાત્રતા દ્વારા સમૃદ્ધિ અને સમૃદ્ધિથી ધર્મ તથા સુખની પ્રાપ્તિ થાય છે.

રાષ્ટ્રનો વિકાસ ત્યારે જ સંભવ છે, જ્યારે દરેક નાગરિક સાક્ષર, જાગૃત અને સશક્ત બને. શિક્ષણ વ્યક્તિને પોતાના કર્તવ્યોના બોધ કરાવે છે અને સાથે પોતાના અધિકારોને સમજવા માટે સક્ષમ બનાવે છે.

આથી પરિવર્તન માટે શિક્ષણ, સશક્તિકરણ માટે શિક્ષણ અને નેતૃત્વ માટે શિક્ષણ અનિવાર્ય છે.

વિશ્વ સાક્ષરતા દિવસના આ અવસરે, આવો આપણે સૌ મળીને સંપૂર્ણ સાક્ષર ભારતના નિર્માણનો સંકલ્પ લઈએ અને દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતાની જવાબદારી નિભાવીએ.

🌸 દેશવાસીઓને વિશ્વ સાક્ષરતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌸
🇮🇳 જય હિંદ 🇮🇳

✍️ દેવેન રબારી
સ્થાપક – યંગ ઈન્ડિયા ગ્રુપ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments