(મયુર રાવલ હળવદ) : હળવદ તાલુકાના ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળામાં અનોખા બેગલેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
કલાએ શિક્ષણનો જ એક ભાગ છે અને વિષયાર્થીઓમાં આ ગુણ વિકસે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી શુષુપ્ત શક્તિઓ ખીલે એવા આશયથી શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા ભવ્યાતિભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ગામના જ કલાના સાધકો એવા કલાકારો દ્વારા પ્રાચીન ધૂન ભજનો ગરબા હાસ્યરસ અને વીરરસની વાતો તેમજ સંતવાણી ભજનો રજૂ કરવામાં આવ્યા. જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી પોતાના મા રહેલી કલા પ્રદર્શિત કરી. ગામના પધારેલા તમામ કલાકારોએ પોતાની વાણીથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.












