Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસમસ્યા સામે યુદ્ધ કરો

સમસ્યા સામે યુદ્ધ કરો

આજ ના સમય માં આર્થિક તકલીફ આવે કે પછી પ્રેમ માં નિષ્ફળતા મળે , પરિવાર માંથી ઠપકો મળે કે મિત્રો સાથે માથાકૂટ થાય , પતિ કે પત્ની વચ્ચે બોલાચાલી થાય કે પછી પતિ પત્ની ઓર વો ની કહાની હોય મુદ્દો કોઈ પણ આવે એટલે માણસ પહેલા તો એકલો હોય જીવન માં એવું જ એને લાગવા લાગે છે કોઈ એને સમજતું નથી એવી લાગણી માં એ સતત બીજા થી માનસિક રીતે દૂર જવા લાગે છે અને પછી નેગેટિવ વિચારો એને સતત નિરાશા ની ઊંડી ખીણ તરફ દોરી જાય છે અને ત્યાંથી શરૂ થાય છે જીવન થી ત્રસ્ત બની જવાનો સીલસીલો .. જે વાસ્તવિક હોતું જ નથી એ જ વાસ્તવિકતા લાગવા માંડે છે અને પછી ના થવાનું થાય છે અને આવા જ કારણો ના લીધે માણસો જીવન નો અંત સુદ્ધા કરી બેસે છે કોઈ પણ અખબાર કે ટીવી ના સમાચાર ધ્યાન થી જોશો તો સમજાઈ જશે કે મોટા ભાગ ના કિસ્સાઓ માં આવું જ એક કારણ હોય છે

સમસ્યા એટલે જીવન માં ક્યાંક જાણે અજાણે થયેલ ભૂલ નું લાંબાગાળે સામે આવેલ પરિણામ … વિચારી જોજો મિત્રો જીવન માં જ્યારે પણ સમસ્યા આવે ત્યારે ચિંતા માં ખોવાઈ ને ડિપ્રેસ થઈ જઇ ને બીજા પર સમસ્યા નો ભાર ઢોળી દેવો ઘણા અંશે ગેરવ્યાજબી અને કાયરતાપૂર્ણ છે આપણે એ સમજી લેવું જોઈએ કે સમસ્યા ત્યારે આવે છે જ્યારે આપણી ક્યાંક ભૂલ થઈ હોય અને એ આપણે ખુદ એ જાણી લેવાનો સંકેત આપવા નો સમય પણ પાકી જાય છે અને એ સમય ડિપ્રેસ થઈ ને પરિવાર અને સ્નેહીઓ ને દુઃખી કરવાનો નહીં પરંતુ સમસ્યા ના મૂળ કારણ સુધી પહોંચી એને જડમુળ થી નાબૂદ કરવાનો

જીવન માં સમસ્યા આવે ત્યારે તમારું વિચારેલું ક્યારેય સાચું નથી પડતું .. તમારું બોલેલું પણ વ્યર્થ જાય છે ..ચારે બાજુ થી એકલતા નો શોર માણસ ને બહેરા કરી દે છે પણ આ બહેરાશ કાન ની નહીં મન અને મગજ ની હોય છે તમામ લોકો પારકા લાગવા લાગે છે બધા જ લોકો દુનિયા માં સ્વાર્થી દેખાવા લાગે છે સમસ્યા માણસ ને નિઃશબ્દ બનાવી દે છે . પરંતુ એ સમયે નિઃશબ્દ બની ને પણ મન નું ફરી સર્જન કરવું પડે છે ને ત્યારે જ ફરી બેઠા થઈ શકાય છે

પણ મિત્રો એક વાર વિચારો આપણે એ દેશ ના લોકો છીએ જે રમકડું ખરાબ થઈ જાય તો પણ આપણે એને ફરી રિપેર કરીયે છીએ આ ફેંકી દેવાની પ્રથા તો ચાઇના જેવા મહત્વકાંક્ષીઓ ની દેન છે તો જ્યાં રમકડાં ની જગ્યા એ વાત જીવતા જાગતા માણસ ની હોય ત્યાં તો રમકડું પહેલા જેવું બનાવવું એ જ આપણી સંસ્કૃતિ છે પરંતુ ક્યાંક આપણે આપણી શક્તિ ને ઓળખતા જ નથી અને તેથી જ મોટા ભાગ ના કિસ્સા માં વાસ્તવિક હાર થતા પહેલા જ હાર માની લેવાની વૃત્તિ જ હાર નું કારણ બનતી હોય છે જે હાર માનતા નથી એ જ જીતે છે અને એ જ જીતવા માટે સાચા હકદાર પણ છે

અનેક સંસ્થાઓ અને સરકાર પણ નિરાશ થઈ જતા લોકો ને મદદ મળે એ માટે કાઉન્સિલિંગ સેન્ટર ચલાવતા હોય છે .. પોલીસ પણ અનેક કિસ્સાઓ માં કાઉન્સિલિંગ થી સમસ્યા નો વૈકલ્પિક ઉકેલ લાવવા પ્રયાસ કરે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ લોકો પણ માત્ર માનસિક સહકાર આપી તમને બેઠા કરવા જ પ્રયાસ કરી શકશે બેઠા તો તમારે ખુદ એ જ થવું પડશે . આ વાસ્તવિકતા છે તો શા માટે કોઈ પાસે જવું પડે ખુદ જ પોતાના માર્ગદર્શક બની ને ખુદ ને જ બેઠા કરો ને ..

મિત્રો કોઈ પણ રીતે જીવો એક દિવસ જીવન નો અંત તો આવવાનો જ છે તો હાથે કરી ને એ સમય પહેલા શા માટે ચાલી નીકળવું ?.. તમને મન માં સવાલ થશે કે આવી બધી વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવિક સ્થિતિ સામે લડવું મુશ્કેલ છે પરંતુ મિત્રો તમને જણાવી દવ કે સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી ને સંઘર્ષ વિના મળી ગયેલ સફળતા એક દિવસ પાછી જવાની જ છે એ સીધી વાત છે તો સફળતા મળી ગઈ છે કે મળવાની બાકી છે એ બંને સ્થિતિ માં માણસ પોતે તો સંઘર્ષ માટે જ ઘડાયો છે એ સ્વીકારી જ લેવાનું છે .. એક વાર હિમ્મત કરી ને સ્થિતિ ની આંખ માં આંખ નાખી ને જુવો તો ખરા … હું વિશ્વાસ આપું છું કે સમસ્યા ગમે તેવી કઠિન હોય ઉકેલ તો મળશે જ .. ભલે કોઈ જ સપોર્ટ માં ના હોય સાચી દિશા માં હિમ્મત કરી ચાલવાની શરૂઆત તો કરો સાથીઓ નો કાફલો કુદરત તમારા સુધી સામે થી પહોંચાડી જ દેશે

તમે ફક્ત લડવા માટે માનસિક તૈયારી તો દેખાડો રસ્તા આપોઆપ સામે ખુલતા જશે બસ જરૂર છે ખુદ નું પણ તટસ્થતા થી મૂલ્યાંકન કરવાની .. તટસ્થતા શબ્દ એટલા માટે વાપરું છું કે નૈતિકતા થી તટસ્થતા પૂર્વક કરવામાં આવતું મૂલ્યાંકન જ સાચી સ્થિતિ તમારી સામે લાવી શકે છે તમારી ભૂલ તમને ત્યારે જ દેખાશે જ્યારે તમે ખુદ ને પણ આરોપી ના કઠેડા માં ઉભા કરશો ને જે દિવસે આ મૂલ્યાંકન કરી લો એ દિવસે તમારા જીવન માં અનેક સિદ્ધાંત બનશે ને એ જ સિદ્ધાંત ને વળગી ને આગળ વધવાથી સફળતા એ સામે થી તમારી પાસે આવવું પડશે

હવે વાત રહી મૂલ્યાંકન બાદ પોતાની ભૂલ અતિ મોટી લાગવાની તો કહી દવ કે ભુલ ગમે એટલી મોટી હોય કે બીજા ના ભૂલ ની સજા તમને મળી હોય પરંતુ કોઈ પણ સ્થિતિ નું સર્જન વિસર્જન માટે જ થાય છે હિમ્મત કરી ને સ્થિતિ સામે ઊભા રહો સામા પવન માં ચાલવામાં થોડી વધુ તકલીફ પણ થશે પરંતુ આ સંઘર્ષરૂપી તાલીમ તમને જીવનભર માટે અજેય બનાવી દેશે ને તમને એક દિવસ

દુનિયા ની તમામ વ્યક્તિ પોત પોતાના સ્થાન પર બરાબર જ લાગશે કોઈ સાથે મનદુઃખ નહીં રહે કે કોઈ પ્રત્યે ઘૃણા પણ નહીં રહે રહેશે તો ફક્ત એક અસીમ સુખ અને સંતોષ .. તમામ સ્થિતિ પર તમારો અંકુશ આવશે જ અને એક પ્રેરણાદાયક સંદેશ સાથે નું મધુર જીવન જીવી જશો તો મિત્રો હું કહું છું કે ક્યારેય હાર માની ને બેસી ના જતા સતત ચાલતા રહો તમારી મંજિલ તમારી રાહ જુવે છે એને છોડી ને અધવચ્ચે સફર ટૂંકાવી ના નાખતા જીવન એવું જીવી જજો કે પાછળ યાદ કરે તો પણ માન થી

મિત્રો હું અંતે માત્ર એટલું જ કહીશ કે હાર નહીં માનો તો ચોક્કસ જીતશો પરંતુ હાર માની લેશો તો જીત ઉપર પૂર્ણવિરામ જ લાગી જશે એટલે કોઈ પણ સ્થિતિ માં હોય .. હું હજી કહું છું જીવન માં કોઈ પણ સ્થિતિ હોય લડવાનો વિકલ્પ પસંદ કરજો તો કોઈ કાઉન્સિલિંગ ની જરૂર ક્યારેય નહીં જ પડે .. આશા રાખું છું કે સમસ્યાઓ ના આ યુગ માં સુખ તરફ પ્રયાણ કરવાનું આ એક કારણ તમને પણ સ્પષ્ટ દેખાઈ જશે ને લડી ને એક દિવસ વિજેતા જ બનશો .. જય હિન્દ , નિલેશ પટેલ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments