મહાનગરપાલિકાના કર્મચારીએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબી મહાનગર પાલિકા દ્વારા મયુર બ્રિજ ઉપર આઈ લવ મોરબી નામના સ્કલ્પચર સાથેનો સેલ્ફી પોઇન્ટ બનાવ્યા બાદ ગત તા.14 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા ઇસમે સેલ્ફી પોઇન્ટને નુકશાન પહોંચાડતા બનાવ અંગે મહાનગર પાલિકાના કર્મચારીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં જવા માટેના મયુર બ્રિજ ઉપર મહાનગર પાલિકા દ્વારા સીટી બ્યુટીફીકેશન પ્રોજેકટ અંતર્ગત આઈ લવ મોરબી લખેલ સ્કલ્પચર સાથે સેલ્ફી પોઇન્ટ બનાવ્યો હોય જેમાં ગત તા.14 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા ઇસમે અંદાજે બે લાખની કિંમતના સેલ્ફી પોઇન્ટમાં નુકશાન પહોંચાડતા બનાવ અંગે મહાનગર પાલિકાના કર્મચારી સૂર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના અંગે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










