(બળદેવ ભરવાડ, હળવદ)
મોરબી : હકામના અરજદાર મુમતાજ બેન મુળુભાઈ રહે ટીકર તાલુકો હળવદ જીલ્લો મોરબી વાળા એ તેવો ના પતિ સામે હળવદ ની ફેમેલી કોર્ટ મા ફો પણ આ નં ૫૫/૨૦૨૪ થી ચડત રકમ ની ૬૫૫૦૦/ ની અરજી દાખલ કરેલ હતી
જેમા સામાવાળાએ ૪૩૦૦૦/ અરજદાર મુમતાજબેન ને ચુકવેલ અને ૨૨૫૦૦/ બાકી રહેલ છે જે રકમ સામાવાળા ઈનુસ જુમાભાઈ સુમરા રહે વિચ્છીપરા ( વીસીપરા) ગુલાબનગર મોરબીવાળા ચુકવતા ન હોય અને નામદાર કોર્ટે મા આવતા ના હોય જેથી આ કામ ના ફેમિલી જજૅ સાહેબે ૨૨૫૦૦/ અરજદાર ને ભરપાઈ નહીં કરવા ની કસુર બદલ સામાવાળા ને ૧ એક માસ ની કસુર બદલ દિન ૧૫ ( પંદર) લેખે ૫ ( પાંચ)માસ ની કસુર બદલ દિન ૭૫ ( પંચોતેર) ની સાદી કેદ ની સજા ભોગવવાનો હુકમ કરેલ છે અને સદર હુકમ મુજબ નુ સજા વોરંટ સદર હુકમ ની એક નકલ સાથે સંબંધિત પોલીસ સ્ટેશન તરફ નિયમ અનુસાર કાર્યવાહી માટે મોકલી આપવા નો હુકમ કરેલ છે આ કામ મા અરજદાર ના વકીલ તરીકે એન યુ સોલંકી તેમજ પી એચ પરમાર રોકાયેલ હતા.











