વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આવેલ આસોઇ નદી ખાતે માતાપિતા સાથે ન્હાવા ગયેલા પ્રકાશ રાજુભાઇ કુઢિયા ઉ.15 રહે.પેડક સોસાયટી, વાંકાનેર નામનો સગીર નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








