Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જાહેર પ્લોટમાં ગેરકાયદેસર દબાણ અને કચરાનો પ્રશ્ન: સ્થાનિકોની રજૂઆત.

મોરબીમાં જાહેર પ્લોટમાં ગેરકાયદેસર દબાણ અને કચરાનો પ્રશ્ન: સ્થાનિકોની રજૂઆત.

મોરબી: ​મોરબીના વજેપર શેરી નં-૨૩ પાસે આવેલ જાહેર પ્લોટમાં ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ કચરાના કારણે આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અહીં ભરાયેલા કચરાના ઢગલામાંથી દુર્ગંધ આવે છે અને રોગચાળો ફેલાવવાનો ભય પણ છે. નજીકના વિસ્તારમાં આવેલી આંગણવાડી પણ આ ગંદકીના કારણે દયનીય સ્થિતિમાં છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની શક્યતા છે.

​આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણિયા અને અન્ય સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકાના કમિશનર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં, તેઓએ તાત્કાલિક ધોરણે પગલાં લઈને આ ગેરકાયદેસર કચરાનો નિકાલ કરવા અને પ્લોટને સ્વચ્છ કરવાની માગણી કરી છે, જેથી સ્થાનિકોને આ સમસ્યામાંથી રાહત મળી શકે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments