વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસેથી આરોપી દિલાભાઈ ઉમરભાઈ સાડમિયા રહે.સરતાનપર વાળાને રોકડા રૂપિયા 450 સાથે તેમજ બીજા દરોડામાં સેન્સો ચોકડી પાસેથી જ આરોપી વિનોદ નારૂભાઈ વાજેલીયા રહે.સરતાનપર વાળાઓને રોકડા રૂપિયા 400 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








