Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના રણછોડગઢમા પુત્રના પ્રેમલગ્ન મામલે માતાને યુવતીના પરિવારે માર માર્યો

હળવદના રણછોડગઢમા પુત્રના પ્રેમલગ્ન મામલે માતાને યુવતીના પરિવારે માર માર્યો

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામમાં રહેતા વૃધ્ધાના પુત્રએ ગામની જ યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોય યુવતીની માતા અને ભાઈએ યુવાનના ઘરમાં બળજબરીથી પ્રવેશ કરી વૃધ્ધાને ધોકા વડે ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા કુંવરબેન બાબુભાઇ મોલાડીયા ઉ.70 નામના વૃધ્ધાએ હળવદ પોલીસ મથકમાં આરોપી જાલુબેન સંધુભાઈ ફિસડીયા અને આરોપી તેજાભાઈ સંધુભાઈ ફિસડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પુત્રએ આરોપી જાલુબેનની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી આરોપી માતા પુત્રએ ગત તા.28ના રોજ સાંજના સમયે તેમના ઘેર આવી ગાળો બોલી ઘરમાં ઘુસી લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments