મયુર રાવલ હળવદ
વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે હળવદમાં ફાફડા-જલેબી આરોગવાની વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્સાહભેર જળવાઈ રહી છે. શહેરની ફરસાણની દુકાનો બહાર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી.
નવરાત્રિની રાસ-ગરબાની રમઝટ બાદ ખેલૈયાઓ સહિત હજારો લોકોએ તાજા તળેલા ફાફડા (પપૈયાના છીણ સાથે) ચોરાફળી અને જલેબીનો સ્વાદ માણ્યો હતો. કેટલાક ગ્રાહકોએ તો આગલી રાત્રે જ ઓર્ડર આપી દીધા હતા.
આ વર્ષે ફાફડાનો ભાવ ₹ ૪૦૦પ્રતિ કિલો અને જલેબીનો ભાવ ₹ ૨૦૦ પ્રતિ કિલો સુધીચોરાફળી ૩૨૦ કી.લો હોવા છતાં, ભાવની પરવા કર્યા વગર હળવદવાસીઓએ આ મીઠા અને મસાલેદાર સંયોજન સાથે દશેરાના વિજય પર્વની ઉજવણી કરી હતી.













