Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા મી. પાસે બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા બે ઘાયલ

માળીયા મી. પાસે બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા બે ઘાયલ

મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક ટ્રક ચાલકે નેશનલ હાઇવે ઉપર કોઈપણ અવરોધ કે સિગ્નલ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખી દેતા આ ટ્રક પાછળ એસટી બસ અથડાતા એક મુસાફર અને બસના કંડકટરને ઇજાઓ પહોંચી હતી.

મોરબી – કચ્છ નેશનલ હાઇવે ઉપર માળીયા નજીક આવેલ દેવ સોલ્ટ કારખાના પાસે ગત રાત્રીના સમયે જીજે – 12 – બીએક્સ – 3843 નંબરના ટ્રક ચાલકે કોઈપણ અવરોધ મુક્યા વગર કે સાઈડ સિગ્નલ ચાલું રાખ્યા વગર રોડ ઉપર પોતાનો ટ્રક ઉભો રાખી દેતા જીજે – 18 – ઝેડટી – 0175 નંબરની બસ આ ટ્રક પાછળ અથડાઈ હતી. ટ્રક અને બસ વચ્ચેના આ અકસ્માતમાં બસના કંડકટર ભગિરથસિંહ તેમજ પેસેન્જર મહોબતસિંહ જાડેજાને ઇજાઓ પહોંચતા બસચાલક જયેશકુમાર રામજીભાઈ સિંધવ રહે.વઢવાણ સુરેન્દ્રનગર વાળાઓએ ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments