Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વેપારી ઘનશ્યામભાઈ બરાસરાની પ્રમાણિકતા : મળેલું પાકિટ મૂળ માલિકને પરત સોંપ્યું

મોરબીમાં વેપારી ઘનશ્યામભાઈ બરાસરાની પ્રમાણિકતા : મળેલું પાકિટ મૂળ માલિકને પરત સોંપ્યું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં આજે સવારે ક્રિકેટ રમવા ગયેલા સોઓરડી વિસ્તારના વેપારી યુવાન ઘનશ્યામભાઈ લવજીભાઈ બરાસરાને એક અગત્યના ડોક્યુમેન્ટ અને રોકડ રકમ ભરેલું પાકીટ મળ્યું હતું. આથી ઘનશ્યામભાઈએ તુરંત જ પાકીટમાંથી ડોક્યુમેન્ટમાં નામ, સરનામાં અને ફોન નંબર જોઈને મૂળ માલિકનો સંપર્ક કરી યોગ્ય ખરાઇ કરતા આ પાકિટ દીપ વસંતભાઈ પોપટ રહે. શિવમ સોસાયટી, શનાળા રોડ, મોરબીવાળાનું સામે આવ્યું હતું. જેથી તેમને મોરબીના ગાંધીચોક ખાતે આવેલ ઓમ સાંઈરામ મોબાઈલ દુકાને બોલાવી ઘનશ્યામભાઈએ ડોક્યુમેન્ટ, રોકડ સાથેનું પાકીટ પરત આપી પ્રામાણિકતાની મિશાલ કાયમ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments