Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiતેરા તુજ કો અર્પણ : હળવદ પોલીસે ખોવાયેલા 25 મોબાઈલ શોધી મૂળ...

તેરા તુજ કો અર્પણ : હળવદ પોલીસે ખોવાયેલા 25 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા

હળવદ : હળવદ પોલીસે “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલનો ઉપયોગ કરીને હળવદ વિસ્તારમાંથી ખોવાયેલા રૂ. 4,76,187 ની કિંમતના 25 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને અરજદારોને પરત કર્યા છે.

પોલીસ સ્ટેશનને ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા માટે મળેલી સૂચનાના આધારે, CEIR પોર્ટલમાં ગુમ થયેલા ફોનની એન્ટ્રી કરીને સતત મોનીટરીંગ રાખ્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ 25 મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા. હળવદ પોલીસે માત્ર અરજદારોને તેમની કિંમતી વસ્તુઓ પરત અપાવી નથી, પરંતુ “સુરક્ષા સાથે સેવા”ના ઉત્તરદાયિત્વને નિભાવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments