Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedટંકારામાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજી ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાના જન્મદિવસની ઉજવણી

ટંકારામાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજી ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાના જન્મદિવસની ઉજવણી

મોરબી : ટંકારાના લોક લાડીલા અને હમેશા પ્રજાની વચ્ચે રહી સતત લોક ઉપયોગી કાર્યો કરતા ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાના જન્મદિવસની આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મદિવસ નિમિતે એઇમ્સ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા,કેસરીદેવસિંહ ઝાલા,પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ તકે નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને યોગ્ય રીતે તપાસી સારવાર આપી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. હમેશા લોકસેવાના કામો કરતા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ પોતાના જન્મદિવસની પણ સેવાકાર્યો કરીને ઉજવણી કરી હતી.

ટંકારા પડધરીના લોકપ્રિય ધારાસભ્ય અને હર હંમેશ પ્રજાના પ્રશ્નો માટે અડીખમ ઉભા રહેતા દુર્લભજીભાઈ દેથરીયાનો આજે જન્મદિવસ છે તેઓએ આજે પોતાના જીવનના 65 વર્ષ પૂર્ણ કરી 66 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમણે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે લોક સેવાના કાર્ય થકી વિશેષ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

તેમજ કેમ્પમાં રાજ્યસભાના સાસંદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભાના સાસંદ પરસોતમભાઈ રૂપાલા, પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments