Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે તા. 28-9-2025ના રોજ મોરબીના સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજાનું 96 વર્ષની વયે અવસાન થયું હતું. તે સદ્ગતના આત્માના શાંતિ અર્થે તેમના સુપુત્રો જયંતિભાઈ ઉઘરેજા, રાજેશભાઈ ઉઘરેજા તેમજ મિત્રો ડો.બી.કે.લહેરુ, કે.પી.ભાગીયા, કીશોરભાઈ દેત્રોજા સહીતનાઓ દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments