ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ગગનચુંબી હર હર મહાદેવના નાદ સાથે શિવાલયમાં દેવાધિદેવ રુદ્રેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
વાંકાનેર : શહેરના રાજકોટ રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટી ખાતે નવનિર્મિત શિવાલયમાં દેવાધિદેવ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈદિક વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા અંતર્ગત જલ યાત્રા , નગર યાત્રા સાથે ગણપતિ મહારાજ સહિત સ્થાપિત દેવી દેવતાઓ તેમજ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના પરમ શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામીના શુભ હસ્તે પૂજા અર્ચના તેમજ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવના નાદ સાથે શિવાલયમાં દેવાધિદેવ મહાદેવ રુદ્રેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મહોત્સવના મુખ્ય યજમાન ચેતનભાઈ હરેશભાઇ તથા મિતેશભાઇ જાની તથા જાની પરિવાર તેમજ વિવેકાનંદ સોસાયટી દ્વારા તન મન અને ધનથી ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. આ ધામ્રિક પ્રસંગને માણવા શહેર તથા તાલુકાના તેમજ આસપાસના ધર્મપ્રિય પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન યજમાન વિવેકાનંદ સોસાયટીના તમામ રહીશો માટે બંને સમય ભોજન પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ મંડપ , ડેકોરેશન તેમજ મંદિરને રંગ બેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવનકારી ત્રીજા દિવસે સ્થાપિત દેવતાઓના પૂજન અર્ચન તેમજ પ્રતિષ્ઠા સંલગ્ન વિધિ વિધાન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા શહેર ભાજપ મહામંત્રી દીપકસિંહ ઝાલા , તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મુંધવા, તાલુકા ભાજપ મંત્રી પ્રવિણભાઇ પંડ્યા સહિતના અગ્રણીઓએ રુદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા સાથે જ શંકરાચાર્યજી મહારાજના પરમ શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજમાન ચેતનભાઈ હરેશભાઇ તથા મિતેશભાઇ જાની તથા જાની પરિવાર દ્વારા વિધિ વિધાન સાથે સુખ , સમૃદ્ધિ , વૈભવ તેમજ શાંતિ માટે આહુતિઓ અર્પણ કરી હતી. આ મહોત્સવમાં યજમાન વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા પ્રસંગને દીપાવી દેવાયો હતો ખાસ ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ ત્રણેય દિવસ યજ્ઞશાળામાં ઉપસ્થિત રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા હતા. બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ ઓઝા દ્વારા પ્રસંગે સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી.














