Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં RSSના નરસંગ ઉપનગર દ્વારા વિજયાદશમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

મોરબીમાં RSSના નરસંગ ઉપનગર દ્વારા વિજયાદશમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક, પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી અને યુવા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નરસંગ ઉપનગર દ્વારા વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા.

આ અંગે સંઘના મોરબી નગર કાર્યવાહ ડો.જયદીપભાઈ કંઝારીયાએ જણાવ્યું કે વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરનાર છે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે નરસંગ ઉપનગર-મોરબી દ્વારા વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામા રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવકો, કાર્યકર્તાઓ તથા મોરબીના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હજુ આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક, પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી અને યુવા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments