Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટો અપલોડ કરનાર વાંકાનેરના શખ્સને ઝડપી કાયદાનું ભાન...

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટો અપલોડ કરનાર વાંકાનેરના શખ્સને ઝડપી કાયદાનું ભાન કરાવતી એસ.ઓ.જી.મોરબી

મોરબી : મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા સાઇટ ઉપર ઘાતક હથિયાર સાથેના ફોટો વીડિયો અપલોડ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે આવા જ એક કિસ્સામાં એસઓજી પોલીસ ટીમે ઇન્સ્ટાગ્રામ પર બારબોરની બંદૂક સાથેના ફોટો વીડિયો અપલોડ કરનાર શખ્સને તેમજ ફોટો પાડવા માટે હથિયાર આપનાર પરવાનેદારને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોરબી જિલ્લામાં સમાજમાં ધાક જમાવવા અને રુઆબ જમાવવા સોશિયલ મીડિયા પર ઘાતક હથિયારો સાથેના ફોટો વીડિયો અપલોડ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કરવા જિલ્લા પોલીસવડાએ આપેલ આદેશ અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે આવા જ એક કેસમાં ઇન્સ્ટાગ્રામ આઇડી પર બારબોરના હથિયાર સાથેના ફોટો વીડિયો મુકનાર આરોપીને શોધવા કાર્યવાહી કરી વાંકાનેરના સરતાનપર ગામના ગોરધન વેરસીભાઈ સરાવાડિયા ઉ.23 નામના યુવકને ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી ગોરધને તેના જ ગામના હથિયાર પરવાનેદાર અલુભાઈ શામજીભાઈ ઉડેચાના ઘેર હથિયારના ફોટો વીડિયો બનાવ્યા હોવાનું કબુલતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી રૂ.15 હજારની કિંમતની બાર બોરની બંદૂક અને 5 હજારની કિંમતનો મોબાઈલ મળી કુલ 20 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ કામગીરી માં એસ.ઓ.જી.પી.આઈ એન.આર.મકવાણા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments