મોરબી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ, સરકારી ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન નવ નિયુક્ત થયેલ કર્મચારી અને અધિકારીઓ, તેમજ ઉચ્ચ હોદા પર પ્રમોશન મેળવનાર કર્મચારી અને અધિકારીઓનો સન્માન કરવા બિલિવ ફાઉન્ડેશન, મોરબી દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આગામી તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૫, શનિવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, ભઠ્ઠા વાળી લાઇન, સો ઓરડી મેઇન રોડ, મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લામાં તેમજ રાજ્ય સ્તરે વિશિષ્ટ કાર્ય કરીને સમાજનું ગૌરવ વધારનાર વ્યક્તિ વિશેષનું પણ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના SC/ST કર્મચારી મંડળ તેમજ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના સભ્યોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બિલિવ ફાઉન્ડેશનના તમામ સભ્યો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.8320516051, 7778896707, 8128860202, 8128975986 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.











