મોરબી : મોરબી જલારામ ધામ ખાતે દીપાવલીના પર્વ નિમિતે તા.૧૭-૧૮-૧૯ દરમિયાન સર્વજ્ઞાતિય માટે રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરાશે. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ,અયોધ્યાપુરી રોડ ખાતે દીપાવલીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય માટે રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતર નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. વિતરણ તા.૧૭-૧૮-૧૯ શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી કરવામાં આવશે. વિવિધ પ્રકારની મીઠાઈ તેમજ ફરસાણ મેળવવામાં માટે કોઈ પણ પ્રકારના એડવાન્સ બુકીંગની આવશ્યકતા નથી. વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.











