વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર શખ્સે સાસુના ઘરે જઈ તમારી દીકરી મારી પુત્રીને લઈ ગયાનું કહી દરવાજાને પાટા મારી આતંક મચાવી જમાઈએ સાસુને છરી ઝીકયા બાદ માતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર અને પુત્રવધુને પણ છરી ઝીંકી દેતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે નવાપરા ખડીપરામાં રહેતા માણેકબેન વેરસીભાઈ મીઠાપરાએ આરોપી અનવર ઉર્ફે જુમો કાળુભાઇ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીએ તેમની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેમની પુત્રી સાથે બોલાચાલી ઝઘડો થતા તેમની દીકરી છ માસની પુત્રીને લઈ જતી રહી હોય તા.14ના રાત્રીના સમયે આરોપી માણેકબેનના ઘેર આવી હંગામો મચાવી મારી દીકરી કયા છે કહી માણેકબેનને છરીના ઘા ઝીકી દેતા તેમને બચાવવા પુત્ર અને પુત્રવધુ વચ્ચે પડતા તેમને પણ માર મારી છરીના ઘા ઝીકી દેતા તમામને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે જમ બનેલા જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.










